Indian Navy Recruitment 2021 :ભારતીય નૌકાદળ મા 10 પાસ અને ITI માટે ભરતી
ભારતીય નૌકાદળે સ્કિલ્ડ ટ્રેસમેન નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર આ માટેની અરજીઓ ઓફલાઈન કરવાની રહેશે સ્કિલ્ડ ટ્રેટ્સમેનના પદ પર ભરતી માટે લેખિત પરીક્ષા હશે તેનું આયોજન પોર્ટ બ્લેર અને વિશાખાપટ્ટનમમાં કરવામાં આવશે નોટિસ અનુસાર સ્કિલ્ડ ટ્રેસમેનની કુલ 302 જગ્યાઓ છે આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઉમેદવારો જાહેરાત બહાર પાડ્યાની તારીખથી 50 દિવસની અંદર અરજી કરી શકે છે આનો અર્થ એ છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2021 છે.
જરૂરી લાયકાત:
- નૌકાદળની સૂચના મુજબ સ્કિલ્ડ ટ્રેડમેનના પદ માટે 10 પાસ,મિકેનિક ટ્રેડમાં ITI અથવા તેની સમકક્ષ એપ્રેન્ટીસશિપ તાલીમ લીધેલી હોવી જોઈએ,આ સિવાય જે યુવાનોએ ભારતીય આર્મી , વાયુસેના અથવા એરફોર્સની ટેકનિકલ શાખામાં બે વર્ષની નિયમિત સેવા કરી હોય તેઓ પણ અરજી કરી શકે છે .
કુલ જગ્યાઓ:
- 302 જગ્યાઓ
અરજી કરવાની છેલ્લી તારીખ :
- 19 નવેમ્બર 2021
અરજી ફોર્મ :
- આ ભરતી નેવલ શિપયાર્ડ પોર્ટ બ્લેર દ્વારા જારી કરવામાં આવી છે.નોટીસમાં કહેવામાં આવ્યું છે કે એક્સ - નેવલ ડોકયાર્ડ એપ્રેન્ટિસ આ ભરતી માટે અરજી કરી શકે છે પસંદ કરેલા ઉમેદવારોને સામાન્ય રીતે આંદામાન અને નિકોબાર કમાન્ડ હેઠળ નિયુક્ત કરવામાં આવશે . જો કે જો જરૂરી હોય તો તેઓને દેશમાં ગમે ત્યાં પોસ્ટ કરી શકાય છે ઉમેદવારો આ માટે અરજી ફોર્મ www.and.nic.in અને www.ncs.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે.
વય મર્યાદા :
- વય મર્યાદા નૌકાદળમાં સ્કિલ્ડ ટ્રેસમેનના પદ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
કેવી રીતે કરવામાં આવશે:
- પસંદગી પાત્ર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે .
No comments:
Post a Comment